Sat,16 November 2024,2:25 pm
Print
header

મહિસાગરઃ ડેભારી ગ્રામ પંચાયતમાં દારૂ પાર્ટી, તલાટી મંત્રી સહિતના લોકોનો વીડિયો વાઇરલ- Gujarat Post

આ સરકારી કર્મચારી પર કાર્યવાહી ક્યારે કરાશે ?

મહિસાગરઃ રાજ્યમાં વધુ એક સરકારી કર્મચારીનો દારૂ પાર્ટીનો વીડિયો વાઇરલ થયો છે, આ વખતે મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગ્રામ પંચાયતમાં દારૂ પાર્ટી થઇ હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં તલાટી કમ મંત્રી ઓફિસમાં જ ટેબલ પર દારૂનો ગ્લાસ ભરીને બેઠેલા દેખાયા છે.

આ વીડિયોમાં તલાટી રમેશ સહિત અન્ય લોકો પણ દેખાઇ રહ્યાં છે, આ લોકો સરકારી બિલ્ડીંગમાં જ દારૂની પાર્ટી કરી રહ્યાં છે અને કોઇએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો છે. આ તલાટી અગાઉ પણ અહીં આવી જ રીતે દારૂ પાર્ટીઓ કરતા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે, ગ્રામજનોએ આ મામલે ડીડીઓને અનેક વખતે રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ અત્યાર સુધી આ લોકો સામે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.

ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવાની સરકારની વાતો અહીં પોકળ દેખાઇ રહી છે.દારૂ રાજ્યભરમાં સરળતાથી મળી જ રહે છે અને સરકારી કર્મચારીઓ પણ હવે આવી રીતે દારૂ પાર્ટીઓ કરી રહ્યાં છે, અગાઉ પણ આવા કર્મચારીઓના દારૂ પાર્ટીના વીડિયો સામે આવી ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch