Sat,16 November 2024,10:03 pm
Print
header

GIFT સિટીમાં કંપનીઓને આકર્ષવા દારૂબંધીમાં છૂટછાટ અપાશે ?

(ફાઈલ તસવીર)

ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં રોજબરોજ રાજ્યના કોઈને કોઈ ખૂણામાંથી દારૂની ખેપ પકડાઈ હોવાના સમાચાર મળતા રહે છે. આ દરમિયાન ગુજરાત સરકાર ગિફ્ટ સિટીમાં રોકાણકારોને આકર્ષવા લાલ જાજમ પાથરે તેમ માનવામાં આવી રહ્યું છે, અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેકસિટી (GIFT)માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓને ઓફિસ ખોલવા માટે દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી શકે છે. આ ડેવપલપમેન્ટ સાથે સંકળાયેલા ટોચના સૂત્રએ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં પ્રોફેશનલ્સ ભારતના અન્ય ફાયનાન્સ અને ટેક્નોલોજી હબની જેમ આનંદ માણી શકે તે માટે ઈવનિંગ સોશિયલ લાઇફ ઓફર કરવામાં આવી શકે છે.

સપ્ટેમ્બર 2020માં ગિફ્ટ સિટીના મેનેજમેન્ટ દ્વારા પ્રોહિબીશન એન્ડ એક્સાઇઝ સુપ્રિન્ટેન્ડેંટને ગિફ્ટ સિટીના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં દારૂના કાયદામાં છૂટ આપવા પત્ર લખાયો હતો. ટોચના સૂત્રોના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી કાર્યાલય જાન્યુઆરી 2022માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch