Fri,20 September 2024,2:56 pm
Print
header

નવો કાયદો...રોડ અકસ્માત કરીને ભાગી જશો તો 10 વર્ષની જેલની સજા, હોસ્પિટલમાં લઈ જશો તો જ મળશે રાહત

નવી દિલ્હીઃ રસ્તા પર અકસ્માત કરીને ભાગી જનારા લોકો સામે હવે સરકારે ગળિયો કસ્યો છે. કેન્દ્રની મોદી સરકારે રોડ અકસ્માત બાદ ફરાર થઇ જનારા લોકો માટે કડક કાયદો બનાવવાનું નક્કિ કર્યું છે. અને તે ટૂંક સમયમાં જ લાગુ થવા જઈ રહ્યો છે. હવે તમે રોડ અકસ્માત કર્યાં પછી ભાગી નહીં શકો, જો તમે આમ કરશો તો તમારે કડક સજાનો સામનો કરવો પડી શકે છે, લોકસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યું છે.

માર્ગ અકસ્માતના ગંભીર મુદ્દાને લઈને સરકારે એક મોટું પગલું ભર્યું છે અને નવા કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ રોડ પર અકસ્માત સર્જીને ભાગી જાય છે અને ઘાયલને રસ્તા પર છોડી દે છે, તો તેને 10 વર્ષની જેલની સજા થશે. તે જ સમયે, જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય છે, તો તેની સજા ઓછી થઈ જશે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં આ કાયદા વિશે માહિતી આપી હતી.

અગાઉ શું જોગવાઈ હતી ?

અગાઉ આઈપીસીની કલમ 104 હેઠળ માર્ગ અકસ્માત દરમિયાન બેદરકારીથી મૃત્યુંમાં 2 વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ હતી. જો કે, નવો કાયદો લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રપતિની સંમતિ મળ્યાં બાદ તે કાયદો બની જશે.

ગઈકાલે સંસદમાં શું થયું ?

વસાહતી યુગના ત્રણ ગુનાહિત કાયદાઓને બદલવા માટે સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલને લોકસભાએ બુધવારે મંજૂરી આપી હતી. લાંબી ચર્ચા અને ગૃહપ્રધાન અમિત શાહના વિગતવાર જવાબ પછી ગૃહે ભારતીય ન્યાયિક સંહિતા (બીએનએસ) બિલ, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (બીએનએસએસ) બિલ, 2023 અને ભારતીય પુરાવા ( BS) બિલ, 2023. આ ત્રણ બિલોને ભારતીય દંડ સંહિતા (IPC), 1860, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC), 1898 અને ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની જગ્યાએ લાવવામાં આવ્યાં છે.

ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું ?

અમિત શાહે કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદાઓ વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર અને બધા સાથે સમાન વ્યવહારના ત્રણ સિદ્ધાંતોના આધારે લાવવામાં આવ્યાં છે. ફોજદારી ન્યાય પ્રણાલીમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવી રહ્યાં છે, જેનો લાભ ભારતના લોકોને થશે. આ બિલો દ્વારા સરકારે ત્રણેય ફોજદારી કાયદાઓને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યાં છે.પહેલાના કાયદા હેઠળ બ્રિટિશ રાજની સુરક્ષા પ્રાથમિકતા હતી, હવે માનવ સુરક્ષા અને દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch