Fri,15 November 2024,10:00 am
Print
header

લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ આપણા રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન, ભારતીય હાઈકમિશને આપ્યો જડબાતોડ જવાબ

બ્રિટનઃ કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈકમિશનમાંથી ભારતીય રાષ્ટ્રધ્વજને નીચો પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યાં હતા. ભારતીય હાઈકમિશનના એક અધિકારીએ ભારે હિંમત દાખવીને ખાલિસ્તાનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. લંડનમાં ભારતીય હાઈકમિશને ખાલિસ્તાનીઓને આકરો જવાબ આપતા હાઈકમિશન પર વિશાળ તિરંગો લહેરાવ્યો હતો. ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરી રહેલા યુવાનો પાસેથી ખાલિસ્તાની ધ્વજને ફેંકી દીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો ભારતીય હાઈકમિશન અધિકારીની હિંમતના વખાણ કરી રહ્યાં છે. 

ભારતીય વિદેશ મંત્રાલયે બ્રિટિશ હાઇકમિશનરને બોલાવીને લંડનમાં બનેલી ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટના બની ત્યારે ભારતીય હાઈ કમિશન પરિષરમાં સુરક્ષાકર્મી સંપૂર્ણપણે ગેરહાજર હતા. સરકારે કહ્યું છે કે તે વિયેના સંધિનું પણ ઉલ્લંઘન છે. ભારતે બ્રિટિશ હાઈ કમિશનરને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા કહ્યુંં છે. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં વારિસ પંજાબ દે ઓર્ગેનાઇઝેશનના જથેદાર અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીથી ખાલિસ્તાન સમર્થકો ગુસ્સે ભરાયા છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch