Sun,17 November 2024,4:16 pm
Print
header

સુરતમાં બ્રેકઅપ બાદ પ્રેમી હાથ પર બ્લેડ મારેલા ફોટા પ્રેમીકાને મોકલીને કરતો બ્લેકમેલ..પછી

(પ્રતિકાત્મક ફોટો)

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં તુંડ મિજાજી પ્રેમીનો એક કિસ્સો સામે આવ્યો છે. બ્રેકઅપ બાદ પ્રેમી હાથ પર બ્લેડ મારેલા ફોટા  પ્રેમીકાને મોકલીને આત્મહત્યાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતો હતો. ઉપરાંત તેનો નંબર બ્લોક કર્યો હોવા છતાં પીછો છોડતો ન હતો, આખરે કંટાળીને મહિલાએ પોલીસને આ મામલે ફરિયાદ કરી છે.

સુરતના સરથાણામાં રહેતી 22 વર્ષીય શિક્ષિકા ત્રણ વર્ષ પહેલા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે ગઈ હતી. દરમિયાન તેની મુલાકાત દૂરના સંબંધીના પુત્ર નિર્ભય રાઠોડ સાથે થઈ હતી. લગ્નમાં પરિચય બાદ બંને જણાએ મોબાઇલ નંબર આપ્યા હતા નિયમિત વાતો કરતા હતા. દરમિયાન નિર્ભયે ફોન પર જ યુવતીને પ્રપોઝ કર્યું હતું અને બંને પ્રેમમાં પડ્યા હતા.

નિર્ભય અવારનવાર સુરત તેની માસીના ઘરે આવતો હતો ત્યારે તેને મળતો હતો. નિર્ભયના અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાની જાણ થતાં તેણે સંબંધ કાપી નાંખ્યો હતો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. તેમ છતાં આરોપી કનડગત કરતો હતો વારંવાર તેણે તેની છેડતી પણ કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch