Fri,15 November 2024,10:14 am
Print
header

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું નીકળ્યું પાકિસ્તાન કનેક્શન, હથિયારોની હેરાફેરીને લઇને થયો મોટો ઘટસ્ફોટ

નવી દિલ્હી: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ગેંગસ્ટરની ત્રણ કલાકની પૂછપરછ બાદ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોની ટીમે જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઇ ગેંગના પાકિસ્તાનના આતંકવાદી સંગઠન આઇએસઆઇ સાથે સંબંધો છે. ગેંગસ્ટર બિશ્નોઇ પાકિસ્તાનથી હથિયારોની દાણચોરી કરતો હતો. ગેંગસ્ટરે ખુલાસો કર્યો છે કે તેણે પાકિસ્તાનથી ઘણી વખત હથિયારોની દાણચોરી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર લોરેન્સનો મિત્ર હરવિંદર ઉર્ફે રિંડા સંધુ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન આઈએસઆઈ સુધી પહોંચવાનો રસ્તો હતો.

બિશ્નોઈની મિત્ર રિંડા આઈએસઆઈમાં કામ કરતી હતી અને બબ્બર ખાલસાના વડા વાધવાસિંહ અને જસવિન્દરસિંહ મુલતાની સાથે પણ સંકળાયેલી હતી. જયપુર પોલીસની કસ્ટડીમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોની પૂછપરછમાં આ વાતનો ખુલાસો થયો છે. હવે એનઆઈએ આ સમગ્ર સિન્ડિકેટની તપાસ કરશે.

લોરેન્સ બિશ્નોઈની ગેંગ ઘણા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલી છે, લોરેન્સ બિશ્નોઇએ જેલમાં બંધ થયા બાદ પણ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી તે હરણની હત્યા માટે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી તે સલમાન ખાનને માફ નહીં કરે. આ ઉપરાંત આ ગેંગે અનેક હત્યાઓ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch