Sun,17 November 2024,7:25 am
Print
header

મોદી સરકારે આમ આદમીને માર્યો મોટો ફટકો, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કર્યો વધારો

નવી દિલ્હીઃ મોંઘવારીના મારનો સામનો કરી રહેલા આમ આદમીને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભડકે બળતાં ભાવ બાદ હવે ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘો થયો છે. નોન સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી વધારો થયો છે. નોન સબ્સિડીવાળા 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે,દિલ્હીમાં કિંમત 899 રૂપિયા પહોંચી છે, 5 કિલોના સિલિન્ડરનો ભાવ 502 રૂપિયા થઈ ગયો છે.

ચાલુ વર્ષે 1 જાન્યુઆરીએ ગેસ સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો, છેલ્લા 8 મહિનામાં 190 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. ગામડામાં રહેતા લોકોને અને ખાસ કરીને ચૂલાના ધૂમાડામાંથી આઝાદી આપી શકાય તે માટે સરકારના કહેવા પર એક તરફ દેશમાં લાખો લોકોએ પોતાની ગેસ સબસિડી છોડી હતી. પરંતુ હવે સબસિડી છોડનારા મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ પરિવારો મોંઘા સિલિન્ડરની આગળ લાચાર જોવા મળી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch