Sun,17 November 2024,6:10 pm
Print
header

મોંઘવારીનો મેગા ડોઝઃ પેટ્રોલ- ડીઝલ- દૂધ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં ધરખમ વધારો

(File Photo)

નવી દિલ્હીઃ મોંઘવારીથી પીડાતી આમ જનતાને કેન્દ્રની મોદી સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે આજથી અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી જ ભડકે બળી રહ્યાં છે આ દરમિયાન આજથી સબ્સિડીવાળા ઘર વપરાશના એલપીજી સિલિન્ડર ગેસની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે  સબ્સિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 14.2 કિલોના ઘર વપરાશનું સિલિન્ડર હવે દિલ્હીમાં 834.50 રૂપિયાના ભાવે મળશે 19 કિલોના કોમર્શિયલ વપરાશના સિલિન્ડરના ભાવમાં 76 રૂપિયાનો વધારો કરાયો છે. તે બાદ તેની કિંમત વધીને 1550 પર પહોંચી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch