Fri,01 November 2024,3:06 pm
Print
header

રાજનીતિનું નિમ્ન સ્તર ! 40 કલાકમાં જ કેસરીસિંહ આપમાંથી પાછા ભાજપમાં ગયા, માતર બેઠક પર હવે આ છે આપના ઉમેદવાર- Gujarat Post News

ખેડા, અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓના નવા નવા નાટકો સામે આવી રહ્યાં છે, ખેડાની માતર બેઠક પર ભાજપે ધારાસભ્ય કેસરીસિંહને ટિકિટ ન આપતા તેઓ આપમાં ચાલ્યાં ગયા, આપે માતર બેઠક પર મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું અને હવે આ બેઠક પર ટિકિટ મળી લાલજી પરમારને..તો હવે કેસરીસિંહ સોલંકી પાછા ભાજપમાં દેખાયા. તેમને સોશિયલ મીડિયામાં દેવુસિંહ ચૌહાણ સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે, આ સ્વાર્થી નેતાઓ ગમે ત્યારે પોતાનું સ્વાર્થીપણું દેખાડી શકે છે. માત્ર 40 કલાકમાં જ તેઓ આપમાં ફરીને પાછા ભાજપમાં ગોઠવાઇ ગયા છે અને હવે કહે છે કે હું તો આવેશમાં આવીને આપમાં ચાલ્યો ગયો હતો, હું હવે ભાજપમાં છું..

બીજી તરફ આમ આદમી પાર્ટીએ તેની 15 મી યાદી જાહેર કરી છે, જેમાં 3 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. માતર  બેઠક પર લાલજી પરમાર ઉપરાંત સિદ્વપુરથી મહેન્દ્ર રાજપુત અને સુરત ઉધનાથી મહેન્દ્ર પાટીલને ટિકિટ  આપવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch