Sat,16 November 2024,12:49 am
Print
header

મધ્યપ્રદેશમાં 55 મુસાફરોને લઈ જતી બસ નર્મદા નદીમાં પડી, અત્યાર સુધીમાં 12 મૃતદેહ બહાર કઢાયા- Gujarat Post

મધ્યપ્રદેશઃ ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરોને લઈને જતી બસ નર્મદા નદીમાં પડી છે. આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજ પરની છે. પેસેન્જર બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્યં હાથ ધર્યું છે. ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બસમાં બેઠેલા લોકોની સંખ્યા વધુ હોવાનું જાણવા મળ્યું છે. ખરગોનના એસપીનું કહેવું છે કે 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધી શકે તેમ છે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તંત્રને તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી જવા કહ્યું હતુ. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્ર સ્થળ પર છે. મુખ્યમંત્રીએ SDRF મોકલવા સૂચના આપી છે, ઘટના સ્થળે જરૂરી સાધનો મોકલાવી દેવાયાછે.ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ખરગોન, ઈન્દોર જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch