Sat,16 November 2024,6:30 pm
Print
header

ધર્મસંસદમાં મહાત્મા ગાંધી વિશે અપશબ્દો બોલનારા મહારાજ કાલીચરણની ધરપકડ – Gujarat Post

(રાયપુરમાં  ગાંધીજી પર વિવાદિત નિવેદન આપનાર કાલીચરણ)

  • કાલીચરણે ધર્મસંસદમાં આપ્યું હતું મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન
  • એફઆઈઆર બાદ કહ્યું હતું, ફાંસી આપશો તો પણ નિવેદન પરત નહીં લઉ

ખજુરાહોઃ છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી ધર્મસંસદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ને લઇને અપશબ્દો બોલનારા કાલીચરણ મહારાજની (Kalicharan Maharaj) પોલીસે ધરપકડ કરી છે.રાયપુર પોલીસે કાલીચરણને મધ્યપ્રદેશના ખજુરાહોમાંથી પકડી પાડ્યા છે. કાલીચરણ ખજુરાહોથી 25 કિમી દૂર બાગેશ્વર ધામ નજીક એક ભાડાના મકાનમાંથી ઝડપાયો છે.તેેની વિરુદ્ધ છત્તીસગઢથી લઇને મહારાષ્ટ્ર સુધી કેસો નોંધાઇ ચૂક્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર આહવાડે કાલીચરણ મહારાજ વિરુદ્ધ ઠાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાયપુરમાં ધર્મસંસદમાં કાલીચરણ મહારાજે ગાંધીજી સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઇસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબ્જો કરવાનું છે. અમારી આંખોની સામે તેમણે 1947માં કબ્જો કરી લીધો હતો... તેમણે પહેલાં ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો હતો. તેમણે રાજકારણના માધ્યમથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબ્જો કરી લીધો હતો. હું નાથુરામ ગોડસેને નમન કરું છું કે તેમણે.... તેને મારી નાંખ્યો.

કાલીચરણ સામે રાયપુરમાં કલમ 505 (2) અને 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. જિલ્લાના પૂર્વ મેયર પ્રમોદ દુબેએ મહારાજ સામે FIR નોંધાવી હતી. કેસ નોંધાયા બાદ કાલીચરણે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, આવી એફઆઈઆરથી મને કોઈ ફેર પડતો નથી.હું ગાંધી વિરોધી છું અને ગાંધીને નફરત કરું છું. તેથી જો મને ફાંસીની સજા સંભળાવવામાં આવે તો પણ સ્વીકાર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch