Thu,14 November 2024,11:03 pm
Print
header

BIG NEWS- મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસમાં લાગી આગ, 25 મુસાફરોનાં મોત

બુલઢાણા: મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. એક બસમાં આગ લાગવાથી 25 મુસાફરોના મોત થયા છે. બસમાં કુલ 33 મુસાફરો હતા જેમાંથી 8 મુસાફરો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ પાસે સમૃદ્ધિ હાઈવે પર થયો હતો. પેસેન્જર બસ નાગપુરથી પુણે જઈ રહી હતી. આ અકસ્માત મધ્ય રાત્રિએ થયો હતો. બસમાં નાગપુર, વર્ધા અને યવતમાલના મુસાફરો હાજર હતા. આ બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી.

બુલઢાણાના એસપીનું નિવેદન સામે આવ્યું છે

દુર્ઘટના પર બુલઢાણા એસપી સુનીલ કડાસેનનું નિવેદન પણ સામે આવ્યું છે. બસમાં કુલ 33 લોકો હતા, જેમાંથી 25 લોકોના મોત થયા અને 8 લોકો ઘાયલ થયા છે. બસનો ડ્રાઈવર બચી ગયો અને કહ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી.

કેવી રીતે થયો અકસ્માત ?

સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ પાસે સમૃદ્ધિ હાઈવે પર બસ રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પછી આગ લાગી હતી. બસ ડીઝલના સંપર્કમાં આવતાં જ આગ લાગી હતી. આ પછી બસમાં સવાર 33 મુસાફરોમાંથી 8 મુસાફરો સુરક્ષિત બહાર આવી ગયા હતા. જેઓ બચી ગયા તેમાં ડ્રાઈવર અને કેરિયરનો સમાવેશ થાય છે. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.

બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આ પછી બસ રોડ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. બસના દરવાજામાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. બચી ગયેલા મુસાફરો કારની બારીના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર બસ પહેલા નાગપુર-ઔરંગાબાદ રૂટની જમણી બાજુના લોખંડના પોલ સાથે અથડાઈ હતી.બસ કાબૂ બહાર ગઈ હતી અને ટ્રાફિક લેન વચ્ચેના કોંક્રિટ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી ગઈ હતી. બસ ડાબી બાજુએ પલટી ગઈ હતી, જેથી બસનો દરવાજો નીચે પડ્યો હતો. લોકો માટે બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch