Sat,16 November 2024,12:27 am
Print
header

મહારાષ્ટ્રમાં 9 લોકોની આત્મહત્યાનો કેસ, અંધવિશ્વાસમાં શિક્ષિત પરિવારે જીવ હતો ગુમાવ્યો- Gujarat Post

તાંત્રિકને ખજાના માટે બોલાવવામાં આવ્યો અને તેણે દરેકને ઝેરી ચા પીવડાવી

મુંબઇઃ 20 જૂને મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક જ પરિવારના 9 લોકોના મૃતદેહ મળી આવ્યાં હતા. મહૈસલ ગામમાં બે ભાઈઓના પરિવારમાં આ મોત નિપજ્યાં હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પરિવારને દેવું થઇ ગયું હતું, જેથી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ તપાસમાં મળતી માહિતી મુજબ પરિવારને ઝેર પીવડાવ્યું હતું.

પોલીસના જણાવ્યાં અનુસાર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આરોપી અબ્બાસ મોહમ્મદ અલી બાગવાન તેના ડ્રાઈવર ધીરજ ચંદ્રકાંત સુરવશે સાથે 19 જૂને મહૈસલ ગામમાં વનમોર ભાઈઓના ઘરે પહોંચ્યો હતો. અહીં તાંત્રિકે છુપાયેલો ખજાનો શોધવાની લાલચ આપીને તંત્ર-મંત્રની શરૂઆત કરી હતી. પરિવારના 9 સભ્યોને ઘરની છત પર મોકલી દેવામાં આવ્યાં હતા. તેણે તેમને એક પછી એક દરેકને નીચે બોલાવ્યા હતા અને ઝેરી ચા પીવડાવી હતી. બંને ભાઈઓના પરિવાર બાજુના મકાનમાં રહેતા હતા. તેમાંથી એક શિક્ષક અને બીજો પશુચિકિત્સક હતો.

બંને ભાઈઓના પરિવારજનો સામાન્ય રીતે સવારે વહેલા જાગી જતા હતા, પરંતુ તે દિવસે મોડે સુધી ઘરના દરવાજા ન ખુલતા પાડોશીઓને શંકા ગઈ હતી. પાડોશીઓએ પરિવારના ઘણા સભ્યોનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.કોઈએ ફોનનો જવાબ આપ્યો ન હતો, ત્યારે કંઈક અઘટિત હોવાની આશંકા પર ઘરની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન પરિવારના તમામ સભ્યોને મૃત હાલતમાં જોઇને પોલીસને જાણ કરી હતી.

પહેલા પડોશીઓએ પોલીસને જણાવ્યું કે પરિવારના સભ્યો આર્થિક સંકડામણના કારણે ઘણા સમયથી તણાવમાં હતા. બંને ભાઈઓએ ઘણા લોકો પાસેથી લોન લીધી હતી.એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે લોન ચૂકવવાના દબાણમાં તેઓએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.

મૃતકોનાં નામ

અક્કાતાઈ વનમોર (ઉં.વ-72)
પોપટ યલ્લાપ્પા વનમોર (ઉં.વ-52)
માણિક યલ્લાપ્પા વનમોર (ઉં.વ-49)
સંગીતા પોપટ વનમોર (ઉં.વ-48)
રેખા માણિક વનમોર (ઉં.વ-45)
અર્ચના પોપટ વનમોર (ઉં.વ-30)
શુભમ પોપટ વનમોર (ઉં.વ-28)
અનિતા માણિક વનમોર (ઉં.વ-28)
આદિત્ય માણિક વનમોર (ઉં.વ-15)

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch