Sat,16 November 2024,9:59 pm
Print
header

Omicron corona: ઓમિક્રોનને ચિંતા વધારી, મુંબઈમાં કલમ 144 લાગુ, રેલી-સરઘસ પર પ્રતિબંધ- Gujarat Post

મુંબઈઃ ઓમિક્રોનના વધતા કેસો બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. અહીં 11-12 ડિસેમ્બર માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત રેલી, સરઘસ અને મોરચા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આદેશનું પાલન ન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 કેસ નોંધાયા હતા. તેમાંથી 3 કેસ મુંબઈમાં અને 4 કેસ પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળી આવ્યા છે. મુંબઈમાં સંક્રમિત દર્દીઓની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે. આ ત્રણેય નાગરિકો તાન્ઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકાના દેશથી આવ્યાં છે. જ્યારે પિંપરી ચિંચવાડમાં મળી આવેલા ચારેય કેસ નાઈજિરિયન મહિલા સાથે કરાર હેઠળ આવ્યાં હતા.

શુક્રવારે ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત બે કેસ મળી આવ્યા હતા.અહીં પ્રથમ સંક્રમિત વ્યક્તિની પત્ની અને વહુનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ ઝિમ્બાબ્વેથી પરત ફર્યાં બાદ ભારત આવ્યો હતો. થોડા દિવસો પહેલા જ તેનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા છે. દેશમાં નવા વેરિઅન્ટના 32 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17 કેસ, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, દિલ્હીમાં 1 અને કર્ણાટકમાં 2 કેસ મળી આવ્યા છે. રાહતની વાત એ છે કે રાજસ્થાનમાં તમામ 9 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મહારાષ્ટ્રના પૂણેમાં પણ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.  દરમિયાન, કર્ણાટકનો એક ઓમિક્રોન દર્દી દુબઈ ભાગી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch