Fri,15 November 2024,10:23 pm
Print
header

Breaking News- શું ભારત પર મોટા હુમલાનું હતુ ષડયંત્ર ? રાયગઢમાં બોટમાંથી AK-47 સહિતના હથિયાર મળ્યાં- Gujaratpost

મુંબઇઃ દેશમાં 15 ઓગસ્ટની ઉજવણીના ત્રણ દિવસ બાદ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વરના દરિયા કિનારે એક બોટ મળી આવી છે, જેમાંથી એકે 47, રાઈફલ્સ અને કારતૂસ મળી આવ્યાં છે. હથિયારોનો આ જથ્થો મળ્યાં બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે, બોટ ક્યાંથી આવી છે અને તેના પર જો કોઇ શખ્સો સવાર હતા તો ક્યાં ગુમ થઇ ગયા છે, તે મામલે તપાસ ચાલુ છે. દેશમાં હાલમાં જ તિરંગા યાત્રાઓ અને 15 ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી થઇ છે, તે દરમિયાન જ કોઇ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

મુંબઇ પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ હાલમાં સ્થળ પર પહોંચી ગઇ છે અને બોટની તપાસ કરાઇ રહી છે, અગાઉ આતંકીઓએ પણ અનેક વખત ભારત પર હુમલાની ધમકીઓ આપી છે, જેને જોતા આ એક મોટું ષડયંત્ર જ છે.

બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે આ બોટ કોઇ ઓમાનની કંપનીની છે અને તેમની કંપની સમુદ્રી સુરક્ષા સાથે જોડાયેલી છે, તેમની બોટ સમુદ્રમાં પલટી ખાઇ હતી, કદાચ આ બોટ તેમની હોય શકે છે. પરંતુ આ મામલે ઉંડી તપાસ જરૂરી છે.

 

નોંધનિય છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. તે સમયે લશ્કર એ તૈયબાના 10 આતંકવાદીઓ બોટ લઇને દરિયાઇ માર્ગે જ મુંબઇ પહોંચ્યાં હતા, ત્યાર બાદ તાજ હોટલ સહિતના સ્થળોએ હુમલા કરાયા હતા, જેમાં 160 લોકોનાં મોત થઇ ગયા હતા અનેક જવાનો પણ શહીદ થયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch