Sat,16 November 2024,4:20 pm
Print
header

હવે TET પરીક્ષામાં પણ કૌભાંડ, 7 હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓને પૈસાના જોરે કરી દેવાયા પાસ- Gujarat post

પરીક્ષામાં નાપાસ થયેલા 7800 ઉમેદવારો પાસેથી પૈસા લઇને પરીક્ષા પાસ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો

પૂણે સાયબર પોલીસનાં જણાવ્યાં અનુસાર, 2019-20ની પરીક્ષામાં કુલ 16 હજાર 592 ઉમેદવારો પાસ થયા હતા

મુંબઇઃ મહારાષ્ટ્ર(Maharashtra)માં ટેટ પરીક્ષા (TET Exam)માં ચોંકાવનારો ખુલાસો થયો છે. પરીક્ષામાં નાપાસ થયેલા 7800 ઉમેદવારો પાસેથી પૈસા આપીને પરીક્ષા પાસ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂણે સાયબર પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન MSCE પુણે દ્વારા વર્ષ 2019-20માં લેવામાં આવેલી આ પરીક્ષામાં 16 હજાર 592 ઉમેદવારો પાસ જાહેર થઇ ગયા હતા. તેમાંથી 7800 ઉમેદવારો પૈસા દઈને પાસ થયા હોવાનું સામે આવતા હાલ ખળભળાટ મચી ગયો છે.

વર્ષ 2018માં લેવાયેલી પરીક્ષા(Exam)માં નાપાસ થયેલા ઉમેદવારો પાસેથી મોટા પાયે પૈસા ઉઘરાવવાના આરોપોની તપાસ હાલ ચાલી રહી છે.આ મામલાની તપાસના સંદર્ભમાં પૂણે સાયબર પોલીસ રાજ્ય પરીક્ષા પરિષદ દ્વારા આપવામાં આવેલી માહિતી અને પરીક્ષાના પરિણામોની સંપૂર્ણ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન સાયબર પોલીસને 2019-20ની પરીક્ષાના પરિણામો અંગેના કૌભાંડની જાણ થઈ. પૂણે સાયબર પોલીસના જણાવ્યાં અનુસાર, 2019-20ની પરીક્ષામાં કુલ 16 હજાર 592 ઉમેદવારો પાસ થયા હતા, જ્યારે પરીક્ષાના પરિણામોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લગભગ 7 હજાર 800 ઉમેદવારો નાપાસ થયા હોવા છતા પાસ કરવામાં આવ્યા છે.

શિક્ષણ પરિષદે હવે નિર્ણય લીધો છે કે વર્ષ 2013થી અત્યાર સુધીની TET ભરતીના પરિણામો સાચા છે કે નહીં તે તપાસવામાં આવે. રાજ્યની તમામ જિલ્લા પરિષદો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી શાળાઓને આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. પૂણે સાયબર પોલીસ હાલમાં 2018 અને 2020માં TET કૌભાંડની તપાસ કરી રહી છે.

કૌભાંડ સામે આવતા હાલ 2013થી આ ભરતી પરીક્ષામાં કૌભાંડો થઈ રહ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ કારણોસર છેલ્લા આઠ વર્ષના પરિણામ અને પ્રમાણપત્રો તપાસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યના સાડા પાંચ હજાર શિક્ષકોએ તેમના પ્રમાણપત્ર મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ પરિષદને મોકલ્યા છે.આ કૌભાંડ સામે આવતાં જ ખાસ કરીને રાજ્યની પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખળભળાટ મચી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch