Sat,21 September 2024,8:29 am
Print
header

મહારાષ્ટ્રના થાણેમાં મોટો અકસ્માત, ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં 16 લોકોનાં મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા છે. થાણેના શાહપુર પાસે ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન થઈ હતી. આ મશીનનો ઉપયોગ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાના નિર્માણમાં કરવામાં આવી રહ્યો હતો.

NDRFની ટીમ સ્થળ પર હાજર

આ ઘટના મોડી રાત્રે બની હતી. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને શાહપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ કાટમાળ નીચે અન્ય કેટલાક લોકોના દટાયા હોવાની આશંકા છે.

ગર્ડર લોન્ચિંગ મશીન 100 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યું હતું

મળતી માહિતી મુજબ બ્રિજ તૈયાર કરવા માટે ગર્ડર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.દરમિયાન અચાનક આ મશીન લગભગ 100 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયું હતું.

આ મશીનનો ઉપયોગ હાઇવે અને રેલ બ્રિજના નિર્માણમાં થાય છે

બ્રિજના બાંધકામમાં ગર્ડર લોન્ચિંગ મશીનનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ હાઇવે અને રેલ પુલના નિર્માણમાં થાય છે.સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch