Thu,04 July 2024,3:27 pm
Print
header

પુણેમાં ઝીકા વાયરસના કેસ બાદ ગભરાટ, 6 કેસ મળ્યાં, દર્દીઓમાં બે સગર્ભા મહિલાઓ

મુંબઇઃ મહારાષ્ટ્રના પુણેમાં ઝીકા વાયરસ ફેલાઈ રહ્યો છે. શહેરમાં ચેપના 6 કેસ નોંધાયા છે. આમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનો ચેપ જોવા મળ્યો છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય બીજી 12 સપ્તાહની ગર્ભવતી મહિલા ઝીકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે.

સગર્ભા સ્ત્રીઓ માટે વધુ જોખમી

જો સગર્ભા સ્ત્રીઓ ઝિકા વાયરસથી સંક્રમિત હોય તો ગર્ભમાં માઇક્રોસેફલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે બાળકનું માથું ખૂબ નાનું થઈ જાય છે.

પુત્રી સહિત ડોકટરોને પણ ચેપ લાગ્યો હતો

પુણેમાં ઝીકા વાઇરસના ચેપનો પહેલો કેસ એરંડવાને વિસ્તારમાં જ નોંધાયો હતો, જ્યારે 46 વર્ષીય ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટર બાદ તેમની 15 વર્ષની દીકરીનું સેમ્પલ પણ પોઝિટિવ આવ્યું હતું. આ સિવાય મુંઢવા વિસ્તારમાંથી બે સંક્રમિત લોકો મળી આવ્યાં છે, જેમાંથી એક 47 વર્ષની મહિલા અને બીજી 22 વર્ષીય યુવક છે.

મહાનગરપાલિકા ફોગીંગ અને ફ્યુમીગેશન કરી રહી છે

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સાવચેતીના પગલા તરીકે ચેપગ્રસ્ત મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને ફ્યુમિગેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ઝીકા વાયરસ શું છે ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર ઝીકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પીળીયો તાવ પણ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ ત્રણનો ફેલાવો પશ્ચિમ, મધ્ય આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયાથી શરૂ થયો હતો. ઝીકા વાયરસ ગર્ભવતી સ્ત્રીમાંથી ગર્ભમાં રહેલા બાળકમાં ફેલાય છે.

આ છે ઝીકા વાયરસના લક્ષણો

ઝીકા વાયરસના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જેમાં શરીર પર લાલ ચકામા, તાવ, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે. ઝીકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો નથી હોતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch