Thu,21 November 2024,2:41 pm
Print
header

વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા

મહેસાણાઃ થોડા દિવસ પહેલા જ નર્મદાના ફુલવાડી આશ્રમ શાળાના આચાર્ય રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. તેમને ઉચ્ચતર પગાર અને એરીયર્સ મંજૂર કરવા માટે રૂ.12000 ની લાંચની માંગણી કરી હતી. હવે કડી એસ.એમ ખમાર ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય કમલેશ અમૃતલાલ પટેલ રૂપિયા 14,000ની લાંચ લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા છે.

ફરિયાદીને આધારે સ્વૈચ્છીક નિવૃત્તિ બાદ પેન્શન કેસ બનાવવા, જી.પી.એફ, સાતમા પગારપંચનું એરિયર્સ બીલ બનાવવા તેમજ મોંઘવારી તફાવત અને રજાઓનું રોકડ રૂપાંતર બીલ બનાવવા આરોપીએ ફરીયાદી પાસે રૂ.14,000 ની લાંચની માગણી કરી હતી.

લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, એસીબીએ લાંચનુ છટકું ગોઠવતા આરોપી લાંચ લેતા ફસાઇ ગયા હતા. આરોપી લાંચની રકમ છત્રાલ ચાર રસ્તા પર સ્વીકારતા પકડાઇ ગયા છે.

ટ્રેપિંગ અધિકારી: એસ.ડી.ચાવડા, પો.ઇન્સ.
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી : એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch