Fri,01 November 2024,5:04 pm
Print
header

શંકરસિંહ વાઘેલાની જેમ પુત્ર પણ પક્ષપલટામાં માહેર, મહેન્દ્રસિહે કોંગ્રેસનો ખેસ કર્યો ધારણ- gujarat post

અમદાવાદઃ પૂર્વ મુખ્યમંત્રી અને લગભગ બધી જ પાર્ટીઓમાં ફરી આવેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષપલટો કર્યો છે. તેઓ અગાઉની ચૂંટણીમાં ભાજપમાં હતા, આ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે, તેઓ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ ગયા છે, મહેન્દ્રસિંહ વાઘેલા 2012 માં અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યાં હતા.

હવે મહેન્દ્રસિંહ ભાજપ છોડીને ગયા કોંગ્રેસમાં 

2012 માં ભાજપમાંથી બાયડ વિધાનસભા બેઠક પર મેળવી હતી જીત 

છેલ્લા ઘણા સમયથી ભાજપથી હતા અલગ 

શંકરસિંહ વાઘેલાના નજીકના ગણાતા જગદીશ ઠાકોરે મહેન્દ્રસિંહ વાઘેલાનું ખેસ પહેરાવીને કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતુ. તેમને કહ્યું કે વાઘેલા હવે કોંગ્રેસ માટે બધાને સાથે રાખીને કામ કરશે. મહેન્દ્રસિહે કહ્યું કે ભલે હું ભાજપમાં ગયો હતો, પરંતુ મારું મન તો કોંગ્રેસમાં જ હતુ અને હવે ઘરે પાછો આવ્યો છું, તેઓને હવે કોંગ્રેસ વિધાનસભાની ટિકિટ આપશે તે નક્કિ જેવું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch