Sat,16 November 2024,7:50 pm
Print
header

દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીને ACB એ ઝપેટમાં લઇ લીધા, લાંચની રૂ. 4 હજારની રકમ કરાઇ રિકવર - Gujarat Post

મહેસાણાઃ એસીબીએ રૂપાલના રામપુરા (ફુકસ) દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી નારણ મોતીભાઇ ચૌધરીને 4 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. શ્રી રામપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંત્રીની ઓફિસમાં જ આ આરોપીએ લાંચ લીધી હતી. ફરીયાદીના પિતા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સભાસદ હતા. ફરીયાદીના પિતાનું ત્રણ માસ અગાઉ કેન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું, તેઓને મળવાપાત્ર વીમો રૂ.35000 આજદિન સુધી મળ્યો ન હતો.

ફરીયાદીએ આ કામના આરોપી મંત્રી પાસે દૂધ મંડળી મારફતે મળવાપાત્ર વીમો રૂ.35000 સરકારમાંથી મંજૂર કરાવવા માટે વાત કરી હતી. આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે ઉપર સંઘના સાહેબોને ગુજરાત સરકારમાં વ્યવહાર આપવો પડશે, તેમ કહીને આરોપીએ ફરીયાદી પાસે રૂ.4000 લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો, છટકું ગોઠવીને આરોપીએ હેતુલક્ષી વાતચીત કરીને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ટ્રેપિંગ અધિકારી એ.વાય.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એસીબી, સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનિશ નિયામક, એસીબી ગાંધીનગર એકમ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે, ત્યારે સહકારી ક્ષેત્રમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર સામે તમે પણ એસીબીની મદદ લઇ શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch