Sun,17 November 2024,1:13 pm
Print
header

બહુચરાજીઃ છેટાસણામાં મોબાઈલને ચાર્જિંગમાં રાખીને વાત કરતી છોકરીનું થયું મોત, જાણો શું બન્યું હતું ?

મહેસાણાઃ ઘણા લોકોને મોબાઈલ ચાર્જિંગમાં રાખીને વાત કરવાની ટેવ હોય છે. જે ગણી વખતે ખતરનાક સાબિત થઇ શકે છે. બહુચરાજીના છેટાસણા ગામે મોબાઈલમાં બ્લાસ્ટ થતા એક 17 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું છે. મોબાઈલને ચાર્જિંગમાં રાખીને શ્રદ્ધા દેસાઈ નામ કોઇની સાથે વાત કરી રહી હતી. તે વખતે જ  મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થઇ ગયો હતો. બ્લાસ્ટ ધડાકાભેર થતા રૂમમાં રહેલા લાઈટના સ્વિચબોર્ડ પણ પીગળી ગયાં અને શ્રદ્ધાનું મોત થઇ ગયું હતું તેના મોત બાદ પરિવારજનો આઘાતમાં ચાલ્યાં ગયા છે. તેમને વિચાર્યું પણ નહીં હોય કે તેમની માસૂમ દિકરીનું આવી રીતે મોત થઇ જશે.

આજે મોબાઈલ ફોનનો ઉપયોગ જરૂરિયાત બની ગઈ છે. નાના બાળકો હોય કે મોટા લોકો દરેકની અભ્યાસ સહિતની પ્રવૃત્તિઓ મોબાઇલ પર જ થઇ ગઇ હોવાથી સતત તેઓ મોબાઈલને વળગી રહે છે. પરંતુ ક્યારેય પણ મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને તેનો ઉપયોગ કરવો જોઇએ નહીં, પહેલા પણ આવા મોબાઇલમાં બ્લાસ્ટના અનેક કિસ્સા સામે આવી ચુક્યાં છે અને હવે વધુ એક માસૂમનો મોબાઇલે જીવ લઇ લીધો છે. તમારા બાળકોને પણ બને તો મોબાઇલથી દૂર જ રાખવા જોઇએ.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch