Sat,28 September 2024,6:44 pm
Print
header

મહેસાણામાં હોમિયોપેથી ડોક્ટરે MBBS કરવા રૂ.16.32 લાખની ફી ભરી અને તેમને મળી નકલી ડીગ્રી

મહેસાણાઃ હોમિયોપેથી ડોક્ટર સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં તેમને રૂ. 16.32 લાખની ફી ચૂકવીને નકલી MBBSની ડિગ્રી મેળવી હતી. હવે આ કેસમાં ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

BHMS ડિગ્રી ધરાવતા સુરેશભાઇ પટેલ (ઉ.વ-41)ની ફરિયાદના આધારે નંદાસણ પોલીસે 14 જૂનના રોજ કલમ 406 (વિશ્વાસનો ભંગ) અને 420 (છેતરપિંડી) હેઠળ કેસ નોંધ્યો હતો, પોલીસે એફઆઈઆરમાં નૈનીતાલના રહેવાસી ડૉ. પ્રેમકુમાર રાજપૂત, મુરાદાબાદના ડૉ. શૌકત ખાન અને દક્ષિણ દિલ્હીના રહેવાસી અરુણ કુમાર અને આનંદ કુમારને આરોપી તરીકે નામ આપ્યાં છે.

એફઆઈઆર મુજબ 2018 માં નંદાસણ ગામની ખાનગી હોસ્પિટલમાં કામ કરતા સુરેશ પટેલને બુંદેલખંડ યુનિવર્સિટી, ઝાંસીમાં એમબીબીએસ પ્રવેશ ઓફર કરતી વેબસાઇટ મળી. વેબસાઈટમાં આપવામાં આવેલી વિગતો મુજબ તેમને વધુ માહિતી માટે પ્રેમકુમાર રાજપૂતને ફોન કર્યો હતો. વાતચીતના ઘણા રાઉન્ડ પછી સુરેશભાઇને ફી ચૂકવવા માટે સંમત થયા હતા. આરોપીએ તેમને કહ્યું કે તે સાડા પાંચ વર્ષનો કોર્સ પૂરો કરીને બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવશે.

ફરિયાદીએ જુલાઈ 2018 થી માર્ચ 2019 વચ્ચે આરોપીના બેંક ખાતામાં 16.32 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમને ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં કોર્સ શરૂ થશે. જો કે, આ પછી તરત જ આરોપીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને તેમના ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યા હતા. માર્ચ 2019 માં પટેલને તેમના કાર્યસ્થળ પર એક કુરિયર મળ્યું જેમાં તેમના નામની માર્કશીટ, તાલીમ અને નોંધણી પ્રમાણપત્રો સાથેની ડિગ્રી હતી.

સર્ટિફિકેટ્સમાં મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (MCI) અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા રજિસ્ટ્રેશન નંબર હતા, MCI અને યુનિવર્સિટી વહીવટીતંત્રે પાછળથી પુષ્ટિ કરી કે દસ્તાવેજો નકલી છે. 2019માં પટેલે છેતરપિંડીના કેસમાં મહેસાણા પોલીસમાં અરજી કરી હતી. પોલીસની એક ટીમ અને પટેલ એક આરોપીને શોધવા દક્ષિણ દિલ્હીના સંગમ વિહાર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં અન્ય કોઈ રહેતું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch