2016 નો એવોર્ડ વખતનો ફાઇલ ફોટો
સ્ટોરી- મહેશ આર પટેલ, એડિટર
અમદાવાદમાં અંદાજે 6 કરોડ રૂપિયાનો ફ્લેટ વસાવ્યો
ગાંધીધામ, અમદાવાદઃ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ભેગી કરનારા ગાંધીધામના સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીને 2016 માં સારી કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો, આ સમયે આ અધિકારી DGGI માં ફરજ પર હતા, તે વખતે નાણાંમત્રી અરુણ જેટલીના હસ્તે તેમને એવોર્ડ એનાયત કરાયો હતો, ત્યાર બાદ મહેશ ચૌધરીએ ED માં રહીને મની લોન્ડરિંગમાં અનેક આરોપીઓને પકડ્યાં અને હવે તેઓ જાતે જ એક આરોપી બની ગયા.
વર્ષો સુધી અમદાવાદમાં ઉદ્યોગપતિઓને ખંખેર્યાં !
અનેક વર્ષો સુધી અમદાવાદમાં જુદી જુદી સેન્ટ્રલ એજન્સીઓમાં કામ કરનારા ચૌધરીની પોણા ચાર કરોડ રૂપિયાની સંપત્તિ સીબીઆઇને મળી છે, પરંતુ એક અંદાજ પ્રમાણે તેમની પાસે 50 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ હોય શકે છે.અગાઉ અમદાવાદમાં તેમને અનેક ઉદ્યોગપતિઓના ખેલ પાડી દીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.ચૌધરીના નાણાં વિદેશી બેંકોમાં હોવાની ચર્ચાઓએ પહેલા પણ જોર પકડ્યું હતુ. હવે તેની તપાસ જરૂરી બની છે.
રાજસ્થાનના બાડમેર આસપાસ કરોડોની સંપત્તિનો ઘટસ્ફોટ
રૂપિયા પડાવવામાં માહિર છે આ અધિકારી
મહેશ ચૌધરી ED-DGGI જેવી એજન્સીઓમાં કામ કરી ચુક્યાં છે, હાલમાં તેઓ સીજીએસટી, ગાંધીધામમાં ફરજ પર છે અને અહીં તેમને કરોડો રૂપિયાની લાંચ લઇને વેપારીઓને લૂંટ્યાં છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓને પણ લાંચની રકમ આપીને તેઓ સાચવી લેતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદમાં એક મહિલા ઉચ્ચ અધિકારીનો વહીવટ કરીને કરોડો રૂપિયા આ બંનેએ બનાવ્યાં હતા. બાદમાં આ મહિલા અધિકારીની બદલી થતા ચૌધરીને પણ અમદાવાદ ઓફિસથી રવાના કરી દેવામાં આવ્યાં હતા, તેમ છંતા રૂપિયાની લાલચ તેમનાથી છૂટી ન હતી.
શું છે આખો મામલો ???
2016 માં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ભ્રષ્ટ અધિકારી મહેશ ચૌધરી ખુદ આરોપી બની ગયા છે, સીબીઆઇએ ચૌધરી અને તેમની પત્ની સામે બેનામી સંપત્તિને લઇને ગુનો દાખલ કર્યો છે. ગાંધીધામના સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી અને તેમના પત્ની વિરુદ્ધ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતને લઇને આ ગુનો દાખલ કરાયો છે. વર્ષ 2017 થી 2021 દરમિયાન તેમને અંદાજે 3 કરોડ 72 લાખ રૂપિયાની બેનામી સંપત્તિ વસાવી હોવાનું સીબીઆઇને જાણવા મળ્યું છે.
મોંઘીદાટ ઘડિયાળો અને ડોલર જપ્ત કરાયા
સગા-સંબંધીઓના નામે પણ વસાવી પ્રોપર્ટી
આ કેસમાં ગુજરાત અને રાજસ્થાનમાં તેમના વતન બિકાનેરમાં મહેશ ચૌધરી સાથે જોડાયેલા ઠેકાણાંઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 42 લાખ રૂપિયાની રોકડ મળી હોવાનું સામે આવ્યું છે, સીબીઆઇની જુદી જુદી ટીમો હજુ પણ તપાસ કરી રહી છે.
સોના-ચાંદીના દાગીના અને ડોલર મળ્યાં
ચૌધરીના અમદાવાદના બોડકદેવમાં આવેલા લક્ઝુરિયર્સ ફ્લેટ પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે, જ્યાંથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યાં છે, સાથે જ લાખો રૂપિયાની રોકડ જપ્ત થયાનું જાણવા મળ્યું છે. સીબીઆઇના અધિકારીઓ દ્વારા જુદી જુદી જગ્યાઓએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ચૌધરી સાથે જોડાયેલા વહીવટદારોની ધરપકડના ભણકાર વાગી રહ્યાં છે.આ અધિકારીએ અગાઉ અમદાવાદમાં નોકરી કરીને કરોડો રૂપિયાના તોડ કર્યાં હોવાનું ચર્ચાંઇ રહ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56