અમદાવાદ: ગુજરાત પોલીસે ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એક્સપ્રેસ હાઈવે પાસેથી 25.5 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે.
સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે આંતર રાજ્ય ડ્રગ્સ નેટવર્કને પર્દાફાશ કર્યો છે, જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આ ઓપરેશન કરાયું છે.
આરોપી તિફેલ નોખેજ, ઉંમર 44 વર્ષ, નવી દિલ્હીનો રહેવાસી છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના કેસમાં જેલમાં ગયો હતો.
આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38, રહે. મેરઠ), જે છેડતી, કબૂતરબાજી અને છેતરપિંડી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે.

















