Fri,15 November 2024,9:52 am
Print
header

તુર્કીમાં 12 દિવસ બાદ કાટમાળમાંથી જીવતો મળ્યો વ્યક્તિ, સૌથી પહેલા બોલ્યો મારી માતા કેમ છે - Gujarat Post

હેતે: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 41 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય હવે ખતમ થવા જઈ રહ્યું છે, પરંતુ સીરિયા સરહદને અડીને આવેલા તુર્કીના હેતે વિસ્તારમાં એક ચમત્કાર જોવા મળ્યો છે. અહીં કાટમાળમાંથી એક યુવક 11 દિવસ બાદ જીવતો બહાર આવ્યો છે.

આ વ્યક્તિએ પહેલા તેની માતા અને અન્ય સંબંધીઓ વિશે પૂછ્યું હતુ, બહાર આવતા જ કહ્યું મારી માતા કેમ છે, તેવી જ રીતે, અન્ય 45 વર્ષીય વ્યક્તિ પણ કાટમાળમાંથી જીવતો બહાર આવ્યો છે. આટલા લાંબા સમય સુધી કાટમાળ નીચે દટાયેલા હોવા છતાં અને ખતરનાક ઠંડી વચ્ચે પણ લોકો જીવિત બહાર આવવાને ચમત્કાર માની રહ્યાં છે.

મુસ્તફા અવકી નામના વ્યક્તિને 11 દિવસ પછી સીરિયાની દક્ષિણી સરહદ પર હેતાય પ્રાંતમાં કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે મુસ્તફાને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેણે સૌથી પહેલા પૂછ્યું, 'મા ને કેમ છે?' આ પછી મુસ્તફાને તેના પરિવારના સભ્યો સાથે વાત કરાવવામાં આવી હતી. જે બાદ મુસ્તફા રડી પડ્યો હતો. આ પ્રસંગે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

12 દિવસ પછી, જીવિત બચાવેલા વ્યક્તિને બચાવવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, બચાવકર્મીઓ કાટમાળમાંથી વ્યક્તિને બહાર કાઢીને સ્ટ્રેચર પર લઈ જઈ રહ્યાં છે. તે વ્યક્તિ સ્ટ્રેચર સાથે બાંધેલી હતી અને તેની ઉપર સોનેરી રંગનું થર્મલ જેકેટ પડેલું હતું. આ વ્યક્તિની ઓળખ હકન યાસિનોગ્લુ તરીકે થઈ છે

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch