Sat,16 November 2024,12:10 pm
Print
header

અમદાવાદઃ કારમાં અન્ય મહિલા સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ રંગેહાથ ઝડપ્યો અને પછી થઈ જોવા જેવી- Gujarat Post

(પ્રતીકાત્મક તસવીર)

  • પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન
  • પરિણીતાને પતિ સાથે મનમેળ ન હોવાથી પિયર રહેતી હતી
  • કોફી પીવા નીકળેલી પરિણીતાએ પતિને કારમાં અન્ય સ્ત્રી અંગે પૂછપરછ કરતાં પિત્તો ગુમાવ્યો

અમદાવાદઃ આજકાલ પતિ-પત્ની ઔર વોની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં પતિ સાથે અનબનાવ બાદ પિયરમાં રહેતી પત્ની ભાણી સાથે કોફી પીવા નીકળી હતી. દરમિયાન પતિને અન્ય મહિલા સાથે કારમાં રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી લીધો અને અહીં થઇ મોટી બબાલ.

શાહઆલમમાં રહેતી 35 વર્ષીય પરિણીતાનાં લગ્ન પાંચ વર્ષ પહેલાં સમાજના રીત રિવાજ મુજબ થયાં છે.પરંતુ પછીથી પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પરિણીતા પિયરમાં રહે છે. હવે પરિણિતાએ તેના પતિને અન્ય સ્ત્રી સાથે લો ગાર્ડન પાસે કારમાં જોઇ લીધો હતો. પતિએ પત્નીને જોઈને કારમાંથી કહ્યું કે તું ઘરે જા પછી વાત કરીશું. ત્યારે પરીણિતાએ તેના પતિને કહ્યું કે કારમાં બેઠેલી આ યુવતી કોણ છે.આ સવાલ કરતાં જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં લાફો મારી દીધો હતો.

પરિણીતા 100 નંબર પર ફોન કરતી હતી ત્યારે તેના પતિએ ફોન ઝૂંટવીને કારમાં પરિણીતાને બેસાડીને વસ્ત્રાપુર લઇ ગયો હતો. મોડી રાત્રે પરિણીતાને તેના ઘરે મૂકી ગયો હતો.જે બાદ બીજા દિવસે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch