Mon,18 November 2024,5:58 am
Print
header

મહિલાએ બળાત્કારનો પ્રયાસ કરનારા નરાધમનું દાતરડાંથી કાપી નાખ્યું ગુપ્તાંગ, જાણો સમગ્ર કિસ્સો શું છે?

મધ્યપ્રદેશઃ દેશમાં મહિલાઓ સાથે બળાત્કાર અને અત્યાચારો વધી રહ્યાં છે. મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં જ એક એવી એક ઘટના સામે આવી છે. જેમાં મહિલા સાથે દુષ્કર્મની કોશિશ કરનારને મહિલાએ ચંડીનું રૂપ બતાવ્યું હતું. મધ્યપ્રદેશના સીધી જિલ્લાના ઉમરીહા ગામમાં એક મહિલાએ પોતાના ઘરમાં જબરદસ્તી ઘુસી આવેલા એક વ્યક્તિનું ગુપ્તાંગ દાતરડા વડે કાપી નાખ્યું હતું.

પીડિત હવસખોર વ્યક્તિ મહિલાના ઘરમાં ઘુસીને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી રહ્યો હતો. જેની સામે  મહિલાએ હિંમત કરીને તે નરાધમનું ગુપ્તાંગ દાતરડાં વડે કાપી નાખ્યું હતું. આ અંગે પોલીસે જાણકારી આપી હતી. સીધી જિલ્લાના ખડ્ડી પોલીસ સ્ટેશનના હેડ ધર્મેન્દ્ર સિંહ રાજપૂતે મહિલાની ફરિયાદનો હવાલો આપતા કહ્યું હતું કે રમેશ સાકેત (ઉંમર 45 વર્ષ) મહિલાના ઘરમાં જબરદસ્તી ઘુસી ગયો હતો અને મહિલા સાથે જોર જબરદસ્તી કરવા લાગ્યો હતો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેને મારવા લાગ્યો હતો. જેથી મહિલાએ ખાટલા પર પડેલા દાતરડાંથી રમેશનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. આ ઘટના પછી મહિલાએ પોતે પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને આખી ઘટના અંગે જાણ કરી હતી. સૂચના મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી ને ઉપચાર માટે સેમરિયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch