Sun,17 November 2024,1:05 pm
Print
header

રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે ફરજિયાત વેક્સિનેશનની મુદ્દત વધારીને 15 ઓગસ્ટ કરાઈ

ગાંધીનગર: રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિન લેવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય કરાયો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લઈને ફરજિયાત વેક્સિનની સમય મર્યાદા 15 ઓગસ્ટ 2021 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ વેપારીઓ, સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેક્સિન લેવાની સમય મર્યાદા 31 જુલાઈ સુધીની હતી.

રાજ્યમાં કોરોનાની વેક્સિનનો મર્યાદિત પ્રમાણમાં જથ્થો હોવાને કારણે હજુ પણ ઘણા લોકો વેક્સિન લઈ શક્યા નથી. એવામાં વેપારીઓની ફરિયાદ હતી કે, સેન્ટરના ધક્કા ખાવા છતાં વેક્સિનનો જથ્થો ખુટી રહેતા તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. તેવામાં તેમની ફરજિયાત વેક્સિન લેવાની સમયમર્યાદા વધારવાની વિનંતી સરકારે સ્વીકારી લીધી છે.

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે હજુ ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. અમે તમામ વેપારી એસોસિએશને વેક્સિનેશન ડ્રાઇવને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને કેમ્પ પણ યોજ્યા છે. વેક્સિનના જથ્થાની અછતને કારણે તમામ વેપારીઓને વેક્સિન મળી શકી નથી, જેથી આ સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે તો બાકીના સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને વેકસીન મળી રહે, જેને ધ્યાનમાં રાખીને સરકારે નવો નિર્ણય કર્યો છે, જે બાદ હવે વેપારીઓને રસી લેવા વધુ સમય મળ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch