Sun,17 November 2024,11:52 pm
Print
header

વાવાઝોડાએ ખેડૂતોને બરબાદ કરી નાખ્યાં, અંદાજે 2 હજાર કરોડના કેરી સહિતના ફળોનું નુકસાન

ગીરઃ રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે અંદાજે 1.70 લાખ હેક્ટર જમીનમાં કેરીનો પાક બગડી ગયો છે કેસર કેરીના આંબાઓ પર કેરી જોવા મળી રહી નથી, પાક નિષ્ફળ જતા 2 હજાર કરોડના નુકસાનની ભીતી છે. ખાસ કરીને ગીર, વેરાવળ, ઉના, તાલાલા, સાવરકુંડલા, અમરેલી, ધારી, કચ્છ જેવા વિસ્તારોમાં આંબાનો પાક નિષ્ફળ ગયો છે. 

એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 12 લાખ મેટ્રીક ટન કેસર સહિતની કેરી થાય છે, જેમાંથી 6 લાખ મેટ્રીક ટન કેરી ખરાબ થઇ ગઇ છે. વાવાઝોડા અને ભારે વરસાદને કારણે કેરીનો પાક નિષ્ફળ ગયો છે ખેડૂતોની દુર્દશા થઇ છે આ વખતે જેવો કેરીનો પાક શરૂ થયો અને તેવા જ સમયે વાવાઝોડું ત્રાટક્યું છે.સાથે જ ચીકુ સહિતના અન્ય ફળોના પાકને પણ મોટું નુકસાન થયું છે. જો કે સરકારે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch