Mon,18 November 2024,12:12 am
Print
header

વાવાઝોડા બાદ કેસર કેરીના ભાવ ગગડ્યાં, તાલાળા માર્કેટ યાર્ડમાં 10 કિલોના રૂ. 50થી 70

તાલાળાઃ તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબા પરથી કેરી ખરી પડતા તાલાળા માર્કેટ યાર્ડમાં કેરીના ભાવ ગગડી પડ્યાં છે ખરેલી કેરીનાં 10 કિલાનાં એક બોકસનો ભાવ માત્ર 50 થી 70 રૂપિયા બોલાયો હતો જ્યારે સારી કેરીનાં 10 કિલોનાં એક બોક્સનો ભાવ 200 થી 250 રૂપિયા થયો છે જે ભાવ અગાઉ 800 રૂપિયાની આસપાસ હતો.

તૌકતે વાવાઝોડાને કારણે આંબા પરથી 90% કેરીઓ ખરી પડી છે જેથી માર્કેટમાં આવી કેરીની આવક વધી ગઇ છે અને ભાવ તળિયા આવી ગયા છે એક અંદાજ પ્રમાણે કેરી અને અન્ય ફળો પકવતા ખેડૂતોને અંદાજે 2 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કેરીના પાકમાં ભારે તારાજી થઇ છે. ખરેલી કેરીને વેચાણ કરવા માટે ખેડૂતો મજબુર બન્યાં છે.જો કે રાજ્ય સરકાર સર્વે કરીને ખેડૂતોને નુકસાની પેટે રકમ ચૂકવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch