Fri,01 November 2024,2:58 pm
Print
header

બોટાદમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો રોષ- Gujarat Post News

ખેસ વગર પણ આગળ વધી શકાય છે- મનહર પટેલ

બોટાદનું ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ કોંગ્રેસના બે ઉપપ્રમુખોને જવાબદારી સોંપાઈ

મનહર પટેલના સમર્થકોએ ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક કરી

અમદાવાદઃ કોંગ્રેસના બોટાદ બેઠકના પ્રબળ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળીને આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે.અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.

બોટાદનું ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ કોંગ્રેસના બે ઉપપ્રમુખોને જવાબદારી સોંપાઈ છે. પંકજ પટેલ અને ડો. જીતુ પટેલને મનહર પટેલને સમજાવવાની જવાબદારી સોંપાઈ છે. બંને નેતાઓ દ્વારા મનહર પટેલને સમજાવવાના પ્રયાસ શરૂ કરાયા છે.પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ પંકજ પટેલ પોતાના પાર્ટી પ્લોટ પર મનહર પટેલને લઇને પહોંચ્યાં હતા.મનહર પટેલના સમર્થકો પણ ખાનગી પાર્ટી પ્લોટમાં પહોંચ્યાં હતા.પાર્ટી પ્લોટની નજીકમાં જ પ્રભારી રઘુ શર્માનું નિવાસ સ્થાન છે. કોંગ્રેસે બોટાદમાં રમેશ મેરને ટિકિટ આપી છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીની 89 પૈકી 5 બેઠકો પર કોંગ્રેસનું કોકડું ગુચવાયું છે. આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના નેતાઓની ખેંચતાણનો અંત આવ્યો નથી. ધ્રાંગધ્રા, મોરબી,રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય અને ગારિયાધાર બેઠક પર કોંગ્રેસનો પેચ ગુંચવાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch