Sat,16 November 2024,8:26 pm
Print
header

કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો 101 વર્ષની ઉંમરે અક્ષરવાસ- Gujarat Post

અમદાવાદઃ મણીનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો 101 વર્ષની ઉંમરે અક્ષરવાસ થયો છે.મણીનગર સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે, આવતીકાલે આનંદપ્રિયદાસજીના અંતિમ દર્શન હરિ ભક્તો કરી શકશે. તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ 19 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગરમાં થશે, અંતિમ સંસ્કાર વિધિ બપોરે 2 વાગ્યે કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે યોજાશે.

1985 માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન થયું હતું.અનેક સત્સંગીઓને સાથે લઇને આ મંદિરની સ્થાપના થઇ હતી. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને મંદિરો પણ સ્થાપ્યા છે. આજે આ સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજિક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરાય છે. મંદિર દ્વારા મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ કરાય છે. રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા- પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર સહિતની અનક પ્રવૃતિઓ મંદિર દ્વારા કરાય છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch