Sat,16 November 2024,12:26 am
Print
header

મણિપુરમાં સેનાના 30 થી 40 જવાનો ભૂસ્ખલનમાં દટાયા, 7ના મૃતદેહો બહાર કઢાયા- Gujarat Post

મણિપુરઃ કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન નજીક ભૂસ્ખલન થયું છે.જેમાં 107 ટેરિટોરિયલ આર્મી કેમ્પના જવાનો શહીદ થયા છે. આ દુર્ઘટનામાં 30 થી 40 જવાનો માટીમાં દટાયા હતા. અત્યાર સુધીમાં 7 જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, 13 જવાનોને બચાવી લેવામાં આવ્યાં છે.  મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહે આ અંગે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઘાયલોની મદદ માટે તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ઇજાગ્રસ્તોને સારવાર માટે નોની આર્મી મેડિકલ યુનિટમાં લાવવામાં આવ્યાં છે. ભૂસ્ખલનને કારણે ઈઝાઈ નદીનો પ્રવાહ રોકાઇ ગયો છે. આ નદી તામેંગલોંગ અને નોની જિલ્લામાંથી વહે છે.કેટલાક નાગરિકો માટી નીચે ફસાયા છે. બચાવ અધિકારીએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સેનાના હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

જિલ્લા વહીવટી તંત્રએ ગ્રામજનોને સાવચેતી રાખવા અને વહેલી તકે જગ્યા ખાલી કરવા માટે અપીલ કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કાટમાળને કારણે ઉઝાઈ નદી બ્લોક થઈ ગઈ છે અને એક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. જો આ પાણી એક સાથે વહી જશે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ વિનાશ થઈ શકે છે. અહીં ડેમ જેવી સ્થિતી ઉભી થઇ છે.

આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં 10 દિવસમાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મોત થયા છે, હજારો લોકો અસરગ્રસ્ત છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર અને સિક્કિમમાં વધુ વરસાદની સંભાવના છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch