Sat,21 September 2024,8:29 am
Print
header

મણિપુરમાં ફરી હિંસા ભડકી, બદમાશોએ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, ત્રણ લોકોનાં મોત

મણિપુર: છેલ્લા 48 કલાક દરમિયાન રાજ્યમાં ગોળીબારના છૂટાછવાયા બનાવો થયા છે, બેકાબૂ ટોળાં ભેગા થવાના કારણે સ્થિતિ અસ્થિર અને તંગ બની છે. આ રમખાણોમાં વધુ ત્રણ લોકોના મોત થયા છે. સુરક્ષા દળોએ કૌત્રુક વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં 7 ગેરકાયદે બંકરોનો નાશ કરવામાં આવ્યો છે.

બેકાબૂ ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કર્યો

બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં 2' IRB, નરનસિના, કીરેનફાબી પોલીસ ચોકી અને થંગલાવાઈ પોલીસ ચોકી પર હુમલો કર્યો અને લૂંટ કરી હતી. આ હુમલામાં બેકાબૂ ટોળાએ 7મી બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો. મણિપુર રાઈફલ્સ, 2જી બટાલિયન પર પણ મણિપુર રાઈફલ્સ, હિંગાંગ પોલીસ સ્ટેશન અને સિંગજામેઈ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેમને ભગાડ્યાં હતા.

કૌત્રુક, હરોથેલ અને સેંઝામ ચિરાંગ વિસ્તારમાં સશસ્ત્ર બદમાશો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં એક સુરક્ષા કર્મચારી સહિત બે વ્યક્તિઓને ગોળી વાગી હતી. સુરક્ષા દળોએ જવાબી ગોળીબાર કર્યો અને બદમાશોનો પીછો કર્યો હતો. હુમલામાં ઘાયલ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

500 થી 600 લોકોએ હુમલો કર્યો

500-600 લોકોની બેકાબૂ ભીડ ફૌગાચાઓ યુનિટમાં એકઠી થઈ હતી અને સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેમાં લગભગ 25 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. મણિપુરના પહાડી અને ખીણ બંને જિલ્લાઓમાં કુલ 129 ચેકપોઇન્ટ બનાવાઇ છે. પોલીસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉલ્લંઘનના સંબંધમાં 1047 લોકોની અટકાયત કરી છે.

સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી

NH-37 પર 284 વાહનો અને NH-2 પર આવશ્યક ચીજવસ્તુઓ સાથે 32 વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળોએ કડક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યાં છે અને વાહનોની મુક્ત અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કાફલાઓ પૂરા પાડવામાં આવી રહ્યાં છે.

સામાન્ય જનતાને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ખોટા વીડિયોથી સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. કોઈપણ પાયાવિહોણા વીડિયો વગેરેનું સર્ક્યુલેશન સેન્ટ્રલ કંટ્રોલ રૂમના અફવા-મુક્ત નંબર- 9233522822 પરથી ચકાસી શકાય છે. આ ઉપરાંત, પોલીસને લૂંટેલા હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો પરત કરવા માટે જનતાને અપીલ કરવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch