Sat,16 November 2024,5:57 pm
Print
header

ગીર સોમનાથમાં ભાજપ સાંસદની હાજરીમાં કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા- Gujarat post

ગીર સોમનાથઃ વેરાવળમાં કોરોનાની આ સ્થિતીમાં એક દોડનો વીડિયો સામે આવ્યો છે. વેરાવળ ખાતે મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં અનેક લોકો જોડાયા હતા. અહીં નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. હકીકત તો એ છે કે ભાજપના સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં અહી કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવામાં સાવધાની રાખવી જરૂરી છે. સરકાર ખુદ લોકોને સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ ભાજપના નેતાઓ જ આ નિયમો ભૂલી જાય છે. વેરાવળની ચોપાટી ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા આ મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. આ મેરેથોન દોડનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમાએ કરાવ્યો હતો.

રાજ્યમાં કોરોનાના દરરોજ 5 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, ત્યારે આ પ્રકારના આયોજનોને લઈને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ દોડમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ સ્પર્ધકો જોડાયા હતા, મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો દોડમાં જોડાયા હતા.જેમનુ સ્વાસ્થય જોખમમાં મૂકાયુ છે. ખુદ સાંસદ નિયમોના ધજાગરા ઉડતા પોતાની આંખે જોતા રહ્યાં, પણ તેમણે કોઈ પગલા ન લીધા. નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા.મેરેથોનના શરૂ થયેલા વિવાદ પછી પણ વેરાવળ ચોપાટી ખાતે મોટી સંખ્યામાં સ્પર્ધકો અને આયોજકોનું સેલિબ્રેશન ચાલુ રહ્યું હતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડ્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch