Sat,16 November 2024,6:27 pm
Print
header

કોરોનાનો ફફડાટઃ માસ્કનું વેચાણ બમણું થયું, સેનિટાઇઝર્સ, ઈમ્યુનિટી બુસ્ટરની વધી માંગ– Gujarat Post

(file phot)

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો

કોરોનાથી બચવા ફરી લોકો માસ્કની કરી રહ્યાં છે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના (coronavirrus) અસ્તિત્વને ભૂલી બેદરકારીભર્યુ વલણ દાખવી રહ્યાં છે.જેને કારણે કોરોનાના કેસોમાં (Gujarat corona cases) સતત ધીમો વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં થઈ રહેલા કોરોના કેસોમાં વધારાને પગલે લોકો ફરી માસ્ક (mask), સેનિટાઇઝર અને ઈમ્યુનિટી (immunity booster) વધારતી દવા તરફ વળ્યાં છે.

ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન (FGSCDA)નાં જણાવ્યાં મુજબ માસ્કનું વેચાણ બમણું થયું છે.  ઓક્ટોબરની તુલનામાં આ મહિને માસ્કનું વેચાણ બેગણું વધ્યું છે. સેનિટાઇઝર્સ અને ઇમ્યુનિટી બુસ્ટર્સની માંગ 20 ટકા વધી છે. એફજીએસસીડીએના ચેરમેન અલ્પેશ પટેલના કહેવા મુજબ ગુજરાતમાં હાલ 15 લાખ ડિપ્સોઝેબલ અને 4 લાખ એન- 95 માસ્કનું વેચાણ થઈ રહ્યું છે.ઓમિક્રોનના કેસ વધતાં લોકો વધારે સતર્ક બન્યા છે. ઉપરાંત સરકારે માસ્કના દંડ કરવાનું શરૂ કર્યું છે તેથી પણ લોકો માસ્ક ખરીદી રહ્યાં હોય તેમ લાગે છે.

મેડકાર્ટના ફાઉન્ડર અંકુર અગ્રવાલના કહેવા મુજબ સેનિટાઇઝર્સ અને ઇમ્યુનિટી બુસ્ટર્સનું વેચાણ વધ્યું છે. માસ્ક, સેનિટાઇઝર્સ અને ઈમ્યુનિટી બૂસ્ટરના ઓર્ડર વધ્યા છે.ગત મહિનાની તુલનામાં ચાલુ મહિને લોકોના દવાના બિલ પણ વધારે છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, લોકોને વધુ ભયભીત અને હતાશ કર્યાં હતા. તેવા સંજોગોમાં માંડ બધી પરિસ્થિતિ થાળે પડવા જઇ રહી છે ત્યારે લોકો અને સરકારની બેદરકારીને કારણે કોરોનાના કેસોનો રાફડો ફરી ફાટયો છે.જેને કારણે નાઇટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો ફરી લદાયા છે, અન્ય પ્રતિબંધોની શક્યતાઓ છે.જેથી લોકો હવે ત્રીજી લહેરના ફફડાટમાં જીવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch