Sat,16 November 2024,9:08 pm
Print
header

સૌથી મોટા સમાચાર, હેડ ક્લાર્કનું પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો થયો ખુલાસો- Gujarat Post

ગાંધીનગરઃ હેડ ક્લાર્કનું પેપર લીક થવા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડના નામનો ખુલાસો થઇ ગયો છે. પેપર લીક કરનાર માસ્ટર માઈન્ડ જયેશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. તેના બે ભત્રીજાઓએ પેપર લીકનું આખું ષડયંત્ર કર્યું હતું. દેવલ નામનો વ્યક્તિ પેપર લઈને અહી આવ્યો હતો.  

પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની સંભાવના છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાના ઇ-મેઇલ બાદ તપાસ તેજ થઇ છે. પ્રાંતિજના ઉંછા ગામનો દેવલ પોલીસની શંકામાં છે. જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે.આ સાથે જયેશ પટેલ નામનો શખ્સ પણ પહેલાથી શંકામાં છે.શરુઆતથી જ તેની પર આક્ષેપો થઇ રહ્યાં છે. દેવલ પટેલ એ જયેશ પટેલનો ભત્રીજો છે. દેવલના ઘરે જ પેપર લીક કરાયાનું અનુમાન છે. હાલમાં કાકો અને ભત્રીજો બંને ભૂગર્ભમાં છે.

હેડક્લાર્કની 186 જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર કથિત રીતે ફૂટી ગયાની વાતો વચ્ચે 10થી 12 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાય તેવી  શક્યતા છે. આ મામલે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અસિત વોરા તથા પેપર લીક કેસમાં તપાસ કરનારા અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્વીકાર્યું છે કે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરીને તપાસ માટે અરજી આપી છે. બીજી તરફ શિક્ષણમંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ મામલે પત્રકાર પરિષદ સંબોધી હતી,જેમાં તેમણે કથિત પેપર લીક મામલે સરકાર યોગ્ય તપાસ કરાવશે તેવું આશ્વાસન આપ્યું છે. તો આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં ન્યાયિક તપાસ માટે આવેદનપત્રો આપીને ભાજપ સરકારની ઉંઘ ઉડાવી દીધી છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch