Thu,14 November 2024,11:10 pm
Print
header

ACB ટ્રેપ- માતર તાલુકા શિક્ષણ અધિકારી કોમલ પાંડવ ACB ના છટકામાં ઝડપાયા- Gujarat Post

ખેડા: લાંચિયા બાબુઓ સામે એસીબી દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોવા છતાં હજુ ઘણા સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. ખેડા જિલ્લાના માતરમાં ACB દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે. તાલુકા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. તાલુકા શિક્ષણ અધિકારી કોમલ પાંડવ 5000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ઉચ્ચરતર પગાર ધોરણની ક્વેરી દૂર કરવા માટે તેમણે લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

તમે પણ કરી શકો છો એસીબીમાં ફરિયાદ

લાંચિયા અધિકારીઓને શિખવી શકો છો સબક

આરોપી અરવલ્લીના મહેરુ ગામની વતની

થોડા દિવસ પહેલા મહેમદાવાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા જીગીશાબેન પોપટલાલ મેશ્રીને એસીબીએ રૂ. 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. સબ રજિસ્ટ્રાર જીગીશાબેન રજિસ્ટર્ડ બાનાખત નોંધણી સહિતના ડોક્યુમેન્ટ પરત આપવા લાંચ માંગી હતી. જે લાંચ લેવા જતા એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા. એસીબી દ્વારા જીગીશાબેન મેશ્રીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યારે કોર્ટે લાંચિયા મહિલા અધિકારીને જિલ્લા જેલ બિલોદરા મોકલી આપવા હુકમ કર્યો હતો. એસીબી દ્વારા મહિલા અધિકારીની અટકાયત બાદ ગાંધીનગર એસીબી દ્વારા મહિલાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch