Sat,16 November 2024,2:23 pm
Print
header

કિશન ભરવાડ હત્યા કેસ: કમર ગની ઉસ્માનીના બેંક એકાઉન્ટમાં રૂ.11 લાખનાં ટ્રાન્ઝેક્શન, ED કરશે તપાસ-Gujarat post

અમદાવાદઃ રાજ્યમાં ચકચાર મચાવનાર ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. એટીએસને કમર ગની જ આ કેસમાં ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે.હત્યા કેસની તપાસમાં ATSની તપાસમાં કમર ગનીની બેંક ડિટેલ્સમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ જોડાશે.  મૌલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમાં 11 લાખથી વધુ રૂપિયા હતા અને એમાંથી તેણે અલગ-અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યાં હતા. તપાસમાં ઘટસ્ફોટ થયા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યાં હોવાનું સામે આવ્યું છે.  ત્રિપુરામાં UAPA હેઠળ કેસ નોંધાયો હતો તો તેના વકીલને પણ 1.50 લાખ રૂપિયા  આપ્યા હતા.

આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માંગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાયા હતા. હવાલાથી પૈસા મોકલ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે, હવે ED પણ આ મામલે તપાસમાં જોડાશે. આ સમગ્ર તપાસમાં કમર ગનીનો મોબાઈલ મહત્વપૂર્ણ સાબિત થશે. દિલ્હીના મૌલાના કમર ગની, અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા.

ગુજરાત એટીએસનાં સૂત્રોના જણાવ્યાં અનુસાર, મૌલાના કમર ગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્વના છે. કમર ગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે FSLને ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેમાંથી હવે જે ડેટા રિકવર થશે, એના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમર ગનીના તાર ક્યાં સુધી ઘૂસેલા છે એ જાણવા મળશે.

ધંધૂકાના યુવકને ટાર્ગેટ બનાવીને દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુજરાતના મૌલાના ઐયુબ અને શબ્બીરની મુલાકાત કરાવી હત્યાના પ્લાન ઘડાવી દીધો હતો. આ કૃત્ય અંગે ધર્મમાં કોઇ ગુનો નથી એવું સમજાવીને કટ્ટરતા ઊભી કરી હતી. એટલું જ નહીં, આ હત્યા થયા પહેલાં જ આરોપીને લીગલ મદદ કરવાની તૈયારી બતાવી હતી.

ATSએ જણાવ્યું કે કિશનની હત્યામાં ઝડપાયેલા આરોપી શબ્બીર અને મૌલાના કમર ગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યાં હતા. ATSની તપાસમાં ખૂલ્યું કે મૌલાના કમર ગની મુસ્લિમ સમાજ પર ટીકા ટિપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરતો.

ધંધૂકામાં 25 જાન્યુઆરીના કિશન ભરવાડની બે શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા.  ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch