Sat,16 November 2024,4:21 am
Print
header

મહેબૂબા મુફ્તીનો ભાજપને પડકાર, કહ્યું- હિંમત હોય તો તાજમહેલ કે લાલ કિલ્લાને મંદિર બનાવીને બતાવો- Gujarat post

(file photo)

ભાજપ લોકોને રોજગારી આપી શકતું નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે

આપણો દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ગયો

  •  લોકોને મુસ્લિમોની પાછળ લગાવવામાં આવી રહ્યાં છે
  • દેશના પૈસા લૂંટીને ભાગી ગયેલા લોકોને પાછા લાવવાને બદલે આ લોકો મુઘલ કાળમાં બનેલી મિલકતોનો નાશ કરવા માગે છે

શ્રીનગરઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે તાજમહેલના સર્વેની માંગ ઉઠી છે. પક્ષોનું માનવું છે કે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવા જોઈએ, કારણ કે તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.દરમિયાન પીડીપી અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તાજમહેલને લઈને ભાજપને મોટો પડકાર ફેંક્યો છે. 

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો તાજમહેલ અને લાલ કિલ્લાને મંદિર બનાવી દેખાડો અને પછી જોઈએ કે ભારતમાં કેટલા લોકો તેને જોવા આવશે.ભાજપ લોકોને રોજગારી આપી શકતું નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. મોંઘવારી પર અંકુશ લાવવા નિષ્ફળ છે. દેશની સંપત્તિ વેચાઈ રહી છે. આજે આપણો દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળથી પણ પાછળ રહી ગયો છે.

મહેબૂબાએ કહ્યું કે લોકોને મુસ્લિમોની પાછળ લગાવવામાં આવી રહ્યા છે. દેશના પૈસા લૂંટીને ભાગી ગયેલા લોકોને પાછા લાવવાને બદલે આ લોકો મુઘલ કાળમાં બનેલી મિલકતોને નાશ કરવા માગે છે.

તાજમહેલમાં હિન્દુ મૂર્તિઓ હોવાના દાવા સાથે લખનઉ બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ સાથે તાજમહેલનો સર્વે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.તાજમહેલમાં શિવ મંદિર અને ઈમારતના 22 બંધ રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ  હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, એટલા માટે આ રૂમો ખોલવાની વાત આ અરજીમાં કહેવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch