Sat,16 November 2024,10:25 am
Print
header

મહેસાણાઃ કોંગ્રેસ નેતાના ઘરે પ્રસંગમાં 1225 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, 200 લોકો સિવિલમાં દાખલ - Gujarat Post

મહેસાણાઃ સવાલા ગામમાં એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ 1225થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. લોકોને રાત્રે 1 વાગ્યા બાદ ઝાડા-ઉલ્ટી થતા તબિયત લથડી હતી. જેમાંથી 200 લોકોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણને ત્યાં લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. 

લગ્ન પ્રસંગેમાં ભોજન કર્યાં બાદ 1225 થી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગની અસર જણાતાં આસ-પાસના લોકોએ 200 મહેમાનોને મહેસાણા સિવિલમાં અને બાકીના મહેમાનો વિસનગર સહિતની અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાની જાણ થતા આરોગ્યતંત્રની ટીમ દોડતી થઇ ગઇ હતી, ફૂડ સેફટી ઓફીસર મારફતે પ્રસંગ સ્થળેથી ભોજનના સેમ્પલ મેળવવા સૂચના આપવામાં આવી છે. જો કે લગ્ન પ્રસંગમાં આવી ઘટના બનતા દોડધામ મચી ગઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch