Thu,14 November 2024,12:41 pm
Print
header

સાગર દાણ કૌભાંડ...પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીને 7 વર્ષની જેલની સજા, મહેસાણા ચીફ કોર્ટનો ચૂકાદો

દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડમાં મહેસાણા ચીફ કોર્ટનો ચૂકાદો

વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષી ઠેરવ્યાં

મહેસાણાઃ ચીફ કોર્ટે દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત જાહેર કર્યાં છે.  મહેસાણા ચીફ કોર્ટે વિપુલ ચૌધરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. દૂધસાગર ડેરીમાંથી વર્ષ 2013માં 22.50 કરોડ રૂપિયાનું સાગરદાણ મહારાષ્ટ્રની મહાનંદાડેરીને મોકલીને કૌભાંડ કરાયું હતુ. જે બાદ કુલ 22 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. 22 આરોપીઓમાંથી 3 આરોપીઓ મૃત્યું પામ્યાં છે. અને 4 કર્મચારીઓને દોષમુક્ત જાહેર કરાયા છે. હવે 15 ઓરોપીઓને દોષિત જાહેર કરાયા છે.

GMMFC ની મંજૂરી વિના દૂધસાગર ડેરીમાંથી સાગર દાણ મહારાષ્ટ્રની મહાનંદાડેરીને મોકલવામાં આવ્યું હતું. જેથી ડેરીને રૂપિયા 22.50 કરોડનું નુકસાન થયું હતું. વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેને પગલે એ વખતના કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા માટે સાગર દાણ મોકલાયું હોવાના આક્ષેપ થયા હતા.

સાગરદાણ મોકલવા અંગે 17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવાયા હતા. જે બાદ 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવા આદેશ કરાયો હતો. ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ હોવા છતાં તેઓ ડેરીની ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન બન્યાં હતા. ચેરમેન બન્યા બાદ હાઇકોર્ટના આદેશથી બરતરફ કરાયા હતા. વિપુલ ચૌધરી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. અગાઉ તેઓ કોંગ્રેસના નેતાઓના ઘણા નજીક હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch