Fri,15 November 2024,11:57 pm
Print
header

વિસનગરઃ પ્રેમી યુગલના લટકી રહ્યાં હતા મૃતદેહો, ડરી ગયેલા લોકોએ તાત્કાલિક બોલાવી પોલીસ- Gujarat Post

મહેસાણાઃ વિસનગરના ઉમતા ગામ નજીક આવેલી નદીના પટમાં ઝાડ પર પ્રેમી યુગલ ગળાફાંસો ખાધેલી હાલત મળી આવ્યું છે. યુવતી ઘરેથી ગિફ્ટ લેવાના બહાને ગઇકાલે નીકળી હતી. બાદમાં પ્રેમી સાથે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરતા પરિવારજનો આઘાતમાં છે. ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાત કરનાર જીતેન્દ્ર બાબુલાલ શર્મા (ઉ.વ 24) મૂળ ઇન્દોરનો રહેવાસી છે. જે ઉમતામાં બાળપણથી પોતાની બહેન સાથે રહેતો હતો, વિસનગરમાં એક ગેરેજમાં કામ કરતો હતો. મૃતક યુવતી મૂળ સુઢીયા ગામની હોવાનું સામે આવ્યું છે. પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ લેતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. ડરી ગયેલા લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી.

મૃતક યુવતી વિસનગરની એસ.કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી. જે શનિવારે સાંજે 5 વાગ્યે બજારમાં ગિફ્ટ લેવા જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી. મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. વહેલી સવારે યુવતી-યુવકની આવી હાલતમાં લાશ મળતા પરિવાર શોકમય બન્યો છે. યુવક-યુવતીની લાશને પીએમ અર્થે મોકલીને પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch