Mon,18 November 2024,9:59 am
Print
header

રાજ્યના વાહનચાલકો માટે મોટા સમાચાર, દંડની આ રકમ નહીં ભરો તો RTO વાહન કરશે ડિટેઈન

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહનચાલકોને ઓનલાઈન મેમો ફટકારવામાં આવે છે. ઘણા લોકો મેમો મળ્યાં બાદ દંડ ભરતા નથી. આવા લોકો પર થોડા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન બાકી મેમોની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવશે. આ માટે આરટીઓમાં જુના મેમોને ઓનલાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરટીઓમાં નવા વાહનની પ્રક્રિયા કરાવવા માટે અરજદાર જશે તો પહેલા આગળનો કોઇ મેમો બાકી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો મેમો બાકી હશે તો દંડની રકમ ભર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ટેક્સી, લકઝરી બસ, ટ્રાન્પોર્ટના વાહનો માટે દર વર્ષે ફિટનેટ સર્ટીફિકેટ અને ટેક્ષ ભરવો ફરજીયાત છે. હજારો વાહન માલિકોએ ટેક્ષભર્યો ન હોવાથી તેમને આ અંગેની નોટિસ મોકલવામાં આવી છે. જો ટેક્ષ, મેમો નહીં ભર્યો હોય અને ચેકિંગ દરમિયાન ઝડપાશે તો વાહનો ડિટેઇન કરવામાં આવશે. ત્યારે હવે પછી પણ જો તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારે મોટો દંડ ભરવા તૈયાર રહેવું પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch