Sat,16 November 2024,6:25 am
Print
header

ગરમીથી નહીં મળે રાહત, હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની કરી આગાહી- Gujarat post

હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે

IMD એ આજે પણ હીટવેવ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 48 કલાક સુધી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. રાજ્યના મહત્તમ ભાગમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ લોકોને હજુ ગરમીથી કોઈ રાહત નહી મળે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર જોવા મળશે. ઉપરાંત અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેશે.

ગુજરાતના 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયો હતો. 44.5 ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી, અમદાવાદમાં 44 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લા તેમજ કચ્છમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે.IMD એ આજે પણ હીટવેવ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે કાલથી તાપમાનમાં ઘટાડો નોંધાય શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch