Sat,21 September 2024,8:35 am
Print
header

મેક્સિકોમાં બસને નડ્યો અકસ્માત, 6 ભારતીયો સહિત 40 મુસાફરો સવાર હતા, 17નાં મોત

મેક્સિકોઃ પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે વહેલી સવારે એક હાઈવે નજીક એક પેસેન્જર બસ ખાડામાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં  17 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન લગભગ 22 લોકો ઘાયલ થયા હતા. જો કે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. રાજ્ય સુરક્ષા અને નાગરિક સંરક્ષણ સચિવ જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડો લગભગ 164 ફૂટ ઊંડો હતો.

અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં 14 વયસ્કો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બસમાં 40 મુસાફરો સવાર હતા.આ લોકો તિજુઆના તરફ જઈ રહ્યાં હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. રાજ્યની રાજધાની ટેપિકની બહારના હાઇવે પર બરાન્કા બ્લાન્કા નજીક બસનો અકસ્માત થયો હતો. બસમાં છ ભારતીય નાગરિકો સવાર હતા.

ગયા મહિનાની શરૂઆતમાં દક્ષિણના રાજ્ય ઓક્સાકામાં બસ અકસ્માતમાં 29 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં મધ્ય મેક્સિકોમાં દક્ષિણ અને મધ્ય અમેરિકાના સ્થળાંતર કરનારાઓને લઈને જતી બસનો અકસ્માત થતા 17 લોકોનાં મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch