Sat,16 November 2024,7:46 am
Print
header

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી બંધ મધ્યાહન ભોજન યોજના ફરી શરુ થશે- Gujarat Post

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી મંગળવારે આ યોજનાની શરુઆત કરાવશે

7 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ જશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 29 માર્ચ અને મંગળવારથી મધ્યાહન ભોજન યોજના શરૂ થશે.શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવશે.આ સાથે જ 7 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ જશે.જ્યારે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં બાળકોને મધ્યાહન ભોજન મળવાનું શરૂ થઈ જશે.

જ્યાં મધ્યાહન ભોજન આપવામાં આવશે તેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભૂજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતનો સમાવેશ થાય છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે મધ્યાહન ભોજન 16 માર્ચ 2020થી બંધ હતું. અત્યાર સુધી તેના બદલે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા થતી હતી. અત્યાર સુધી 1300 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયા છે. તેની સાથે વિદ્યાર્થીઓ માટે 2 લાખ 60 હજાર મેટ્રિક ટન અનાજનું વિતરણ કરાયું છે.આ વર્ષે પણ મધ્યાહન ભોજન માટે બજેટમાં રૂપિયા 1400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.

વાઘાણીએ જણાવ્યું કે અત્યાર સુધી શાળાઓ બંધ હતી, ઓનલાઇન શિક્ષણ ચાલતુ હતુ, ત્યારે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું હિત હંમેશા વિચારાયુ છે. હવે ફરીથી ઓફલાઇન શિક્ષણ શરુ થતા આ યોજના ફરીથી શરુ થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch