Sun,17 November 2024,5:17 am
Print
header

નાગરિકોને હેરાન કરતાં TRB જવાનોની હવે ખેર નથીઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

TRB જવાન રૂપિયાની માગણી કરે તો વીડિયો ઉતારીને અધિકારીને બતાવો 

 

ગાંધીનગરઃ રાજ્યની નવી સરકાર કોઇને કોઇ નવા નિર્ણયો લઇ રહી છે.જેમાં ગૃહ વિભાગ એક પછી એક નિર્ણય કરી રહ્યું છે. હવે જો જનતા પાસે કોઈ ખોટા પૈસા લેતા TRB જવાન ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોથી જનતાને પડતી મુશ્કેલી પર મોટું નિવેદન આપતા કહ્યું કે જો કોઇ વાહન ચાલક પાસે ખોટી રીતે ઉઘરાણી કરાશે તો કડક પગલાં લેવામાં આવશે.TRB જવાનો દ્વારા વાહન ચાલકો પાસેથી દાદાગીરી કરીને રૂપિયા વસૂલી રહેલા જવાનોના અનેક વીડિયો વાયરલ થયા છે. 

TRB જવાનનું મુખ્ય કાર્ય પોલીસને મદદ કરવાનું તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું હોય છે. કોઈ પણ TRB જવાન તમારી પાસે દંડના નામે રૂપિયા ઉઘરાવી શકે નહીં તે સત્તા પોલીસ પાસે છે. જો કોઈ TRB જવાન તમારી પાસે રૂપિયાની માગણી કરે છે તો તેનો વીડિયો ઉતારીને આપ ઉચ્ચ અધિકારીને બતાવી શકો છો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યાં અનુસાર TRB જવાનોની કામગીરીની તમામ જવાબદારી તેના ઉપલા અધિકારીની છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch