Sat,16 November 2024,6:06 pm
Print
header

વાહનોના પસંદગીના નંબરને લઈને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત- Gujarat post

ગાંધીનગરઃ વાહનોના પસંદગીના નંબરોને લઈને ગુજરાત સરકારે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકાર પરીષદમાં સ્ક્રેપમાં જતાં વાહનો અને તેના નંબર મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે હવે તમે તમારા જૂનાવાહનોનો રજિસ્ટ્રેશન નંબર પોતાની પાસે રાખી શકશો. જૂના વાહનોનો નંબર હવે નવા ખરીદેલા વાહનો માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

નિર્ધારિત ચાર્જ ભરીને જૂના વાહનનો નંબર પોતાની પાસે જ રાખી શકાય તેવી પોલિસી બનાવી છે. આરટીઓમા લોકો માટે નંબર પસંદગી ખૂબ મહત્વની હોય છે.દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો વ્હિકલ નંબર ઇચ્છતો હોય છે, નવી સ્ક્રેપ પોલીસીમાં જૂના વાહનો સ્ક્રેપમાં જશે જેથી લોકોને પોતાના વાહનનો જૂનો નંબર નહીં મળે તેવી ચર્ચાઓ હતી, પરંતુ હવે ગુજરાત સરકારે તમે તમારા વાહનનો જૂનો નંબર તમારી પાસે જ રાખી શકશો તેવું આયોજન કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch